• HEADING-1 GOES HERE

    DESCRIPTION GOES HERE
  • HEADING-2 GOES HERE

    DESCRIPTION GOES HERE
  • HEADING-3 GOES HERE

    DESCRIPTION GOES HERE
  • HEADING-4 GOES HERE

    DESCRIPTION GOES HERE
  • HEADING-5 GOES HERE

    DESCRIPTION GOES HERE

ગુરુવાર, 5 મે, 2016

એટીએમની શોધ કરનારને 4 આંકડામાં પણ ન મળ્યું પેમેન્ટ


આ કિસ્સો સાંભળી તમે તમારી જાતને ક્યારેય પણ અભાગ્યા માનશો નહીં. એટીએમ અને પીનકોડની શોધ કરનારા જોન ગુ઼ડફેલો સાથે આવું જ કાંઈક થયું છે. માહિતી પ્રમાણે બેંક ગ્રાહકો માટે પૈસા સરળતાથી મેળવવા એટીએમ મશીન બનાવનારા ગુડફેલોને શોધનાં બદલામાં માત્ર10 પાઉન્ડ એટલે 964 રૂપિયા મળ્યાં હતાં. 50 વર્ષથી તેને તેનાથી કોઈ પણ જાતની કમાણી થઈ નથી. બેંકિંગની દુનિયા બદલનારા 79 વર્ષનાં ગુડફેલોએ પર્સનલ આઈડેન્ટીફિકેશન નંબર(PIN)ની શોધ કરી હતી, જેના દ્વારા કોઈ પણ કાર્ડનો ઉપયોગ કરી કેસ મશીનમાંથી રકમ મેળવી શકો. દુનિયાના લાખો એટીએમમાં આ જ ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે.


ગુડવિલે 2 મે,1996નાં રોજ આ સંબંધિત પેટંટ માટે આવેદન કર્યું હતું. પરંતુ હજુ સુધી તેમને કોઈ પણ કિંમત મળી નથી. ગુડફેલોને બ્રિટેન ક્વિનનાં બર્થ-ડે પર બેંકિંગ સેક્ટરમાં યોગદાન માટે સમ્માનિત કરવામાં આવી ચૂંક્યાં છે. 'પેટન્ટ ઓફ ધ પર્સનલ આઈડેન્ટીફિકેશન નંબર' તરીકે તેને સમ્માન આપવામાં આવ્યું છે. આશરે 50 વર્ષ પહેલા ગુડફેલોને પિનનો આવિષ્કાર કર્યો હતો, ત્યારથી અત્યાર સુધીમાં દુનિયા કોન્ટેક્ટલેસ કાર્ડ સુધી પહોંચી ગઈ છે.

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો