• HEADING-1 GOES HERE

    DESCRIPTION GOES HERE
  • HEADING-2 GOES HERE

    DESCRIPTION GOES HERE
  • HEADING-3 GOES HERE

    DESCRIPTION GOES HERE
  • HEADING-4 GOES HERE

    DESCRIPTION GOES HERE
  • HEADING-5 GOES HERE

    DESCRIPTION GOES HERE

સોમવાર, 16 મે, 2016

આ શહેરમાં પથરાશે બીયરની પાઈપ લાઈન, નળ ખોલો અને ડોલ ભરો



બેલ્જિયમના બ્રગ્સ શહેરની ગલીઓમાં બીયરની બે માઇલ (3.2 કિલોમીટર) લાંબી પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. પાઇપલાઇન્સ પાથરવાનું કામ આ વર્ષના અંત સુધી પુરૂં થવાની શક્યતા છે. પાઇપલાઇનમાં બ્રગ્સ શહેરની મધ્યમાં આવેલા ડે હાલવે મા દારૂની ભઠ્ઠીથી 4,000 લીટર પ્રતિ કલાકની ઝડપે શહેરના પરા વિસ્તારમાં આવેલા બોટલિંગ પ્લાન્ટમાં બીયર ઠાલવવામાં આવશે.
જૈવિયર વૈનેસ્તેના પરિવારે 160 વર્ષ સુધી આ દારૂની ભઠ્ઠીનું સંચાલન કર્યું છે. તેમણે કહ્યું કે મારા મત મુજબ આમ કરનાર અમે સૌથી પહેલાં છીએ. વૈનેસ્તેએ કહ્યું હતું કે આ બીયર પાઇપલાઇન પ્રોજેક્ટને શહેરની ચારેય તરફથી માટે પાયે સમર્થન પ્રાપ્ત થયું છે.
તેમણે જણાવ્યું હતું કે  કે અમારી સમક્ષ ઘણા લોકોએ સ્વેચ્છાએ તેમના ઘરની પાસે પાઇપલાઇન્સ નાખવાનું સૂચન કર્યું હતું. . તેમની ફક્ત એક શરત છે કે તે  બીયર મેળવવા માટે તેમના ઘરનિ પાસે નળ હોય. અધિકારીઓએ કહ્યું હતું કે  કે આ પાઇપલાઇન્સ એટલા માટે પાથરવામાં આવતી નથી કે લોકો પોતાના ઘરોમાં બીયરની અંગત નળ રાખી શકે. આ તો ટ્રાંસપોર્ટની સમસ્યાના નિરાકારણ માટે પાથવારવામાં આવી રહી છે.
દારૂ બનાવતી કંપનીએ 2010માં બોટલિંગ પ્લાન્ટને શહેર બહાર ખસેડ્યો હતો. તેમણે કહ્યું હતું કે સાંકળી ગલીઓ અને પથરાળ જૂની જગ્યા હોવાથી ટેન્કરો માટે બિયર લેવા અને તેને બોટલિંગ પ્લાન્ટમાં આપવા જવામાં સમસ્યા ઉભી થાય છે. ત્યારબાદ વૈનેસ્તેના મગજમાં બીયર પાઇપલાઇન્સ પાથરવાનો વિચાર આવ્યો અને તેનો અંદાજિત ખર્ચ 45 લાખ ડોલર માટે ક્રાઉડફફિંગ શરૂ કરવામાં આવ્યું છે આ પ્રોજેક્ટ માટે સૌથી વધુ આર્થિક મદદ કરનાર દાનકર્તા ફિલિપે લી લૌપ છે, જેમણે 11,000 ડોલર દાન આપ્યું છે. તેમને આ ઉદારતા બદલ આજીવન બીયર આપવામા આવે છે.

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો