• HEADING-1 GOES HERE

    DESCRIPTION GOES HERE
  • HEADING-2 GOES HERE

    DESCRIPTION GOES HERE
  • HEADING-3 GOES HERE

    DESCRIPTION GOES HERE
  • HEADING-4 GOES HERE

    DESCRIPTION GOES HERE
  • HEADING-5 GOES HERE

    DESCRIPTION GOES HERE

ગુરુવાર, 5 મે, 2016

એન્ડ્રોઇડ મોબાઇલના આ ફીચર વિશે તમે છો સાવ અજાણ, હમણાં જ જાણો



હાલ વિશ્વમાં મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે એન્ડ્રોઇડ સૌથી પ્રખ્યાત છે. બહુ મોટો વર્ગ એન્ડ્રોઇડ મોબાઇલ વાપરે છે. તમે કદાચ ઘણા સમયથી એન્ડ્રોઇડ મોબાઇલ વાપરતા હશો છતા પણ તમને તમારા મોબાઇલા કેટલીક મહત્વના અને ઉપયોગી ફીચરની જાણકારી નહીં હોય. અહીં આવા કેટલાક ફીચરની વાત કરવામાં આવી છે કે જે તમારા એન્ડ્રોઇડ મોબાઇલમાં છુપાયેલા છે.

ઓટોમેટિક ફોન અનલોક

લોક પેટર્ન સેટ કરવું કે પાસકોડ રાખવું એક જરૃરી ફીચર છે કેમ કે કોઇ નથી ઇચ્છતું કે તેની અંગત માહિતી લીક થાય. જોકે ચાર આંકડાનો પાસવર્ડ દરેક કે અનલોક પેટર્ન દરેક જગ્યાએ નોટિફિકેશન ચેક કરવા નાખવું મુશ્કેલી ભર્યું છે. આના માટે તમે સ્માર્ટલોક ફીચરનો ઉપયોગ કરી શકો છો જે એન્ડ્રોઇડ ૫.૦ કે તેના ઉપરના વર્ઝનમાં છે. કેટલીક જગ્યાઓ જેમ કે ઘર, ઓફિસ ત્યાં તમારે પાસવર્ડની જરૃર નહીં રહે, આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે સેટિંગ્સમાં સિક્યોરિટી ઓપ્શનમાં જવુ પડશે. અહીં તમને સ્માર્ટ લોક ફીચર જોવા મળશે. હવે જે જગ્યાએ તમને પાસવર્ડની જરૃર ન હોય તે જગ્યાને આ ફીચરમાં સેટ કરી દો. તમે આ જગ્યાએ જશો એટલે ફોન ઓટોમેટિક અનલોક થઇ જશે. આ ફીચર જીપીએસસી સિસ્ટમ પર કામ કરે છે.

કેટલા એપ્સ ઇન્સ્ટોલ થયા છે તે જાણો

એન્ડ્રોઇડ તમારા જીમેલ એકાઉન્ટ પર કામ કરે છે. અત્યાર સુધી તમે તમારા મોબાઇલમાં કેટલા એપ્સ ડાઉનલોડ કર્યા છે તે જોઇ શકશો. ડાઉનલોડ થયેલી એપ જોવા માટે પ્લે સ્ટોરના ગૂગલ સર્ચ બારમાં બનેલી ૩ લાઇનો પર ટેપ કરો. અહીં તમને એપ્સ એંડ ગેમ્સમાં માઇ એપ્સ સેક્શન જોવા મળશે. આમાં જ તમે તમારા એપ્સની પુરી લિસ્ટ જોઇ શકો છો.

 ડીલીટ થયેલી નોટિફિકેશન પરત મેળવો

કેટલીક વખત આપણે નોટિફિકેશન પેનલમાં બિનજરૃરી નોટિફિકેશન હટાવવાની સાથે સાથે કામની નોટિફિકેશનને પણ હટાવી દઇએ છીએ. જો તમારી સાથે આવુ થતું હોય તો આ ટ્રિક અપનાવો. આને એક્ટિવેટ કરવા માટે પોતાની હોમસ્ક્રીન પર કોઇ ખાલી જગ્યા પર લાંબી ટૈપ કરો અને વિજેટ્સ પર જાવ. સેટિંગ્સ શોર્ટકટ વિજેટ પર ડાબી બાજુ સ્પાઇપ કરો. અહીં તમે નોટિફિકેશન લોગ પસંદ કરી શકો છો. તેના પર ટેપ કરો અને એક નોટિફિકેશન લોગ શોર્ટકટ હોમસ્ક્રીન પર આવી જશેસાઇલેન્ટ મોડ પર હશે મોબાઇલ તો પણ આ રીતે મળી જશે

કેટલીક વખત તમે સાઇલેંટ મોડ પર તમારો મોબાઇલ રાખીને તેને એવી જગ્યાએ મુકી દો છો કે જેથી તે તમને મળતો નથી. આવી સ્થિતિમાં કોલ કરો તો પણ તે તમને નહી મળે કેમ કે અવાજ જ નહીં આવે. આવી સ્થિતિમાં તમે એન્ડ્રોઇડ ડિવાઇસ મેનેજરનો ઉપયોગ કરી શકશો. આનો ઉપયોગ તમે મોબાઇલ ચોરી જાય ત્યારે ડેટા ડિલિટ કરવા, લોક કરવા માટે કરી શકો છો. આને એક્ટિવ કરવા માટે બ્રાઉઝર ખોલો, એમા ફાઇન્ડ માઇ ફોન  (‘Find my phone’ through Android device manager) ટાઇપ કરો. તમને ગુગલ આઇડી પર સાઇન ઇન કરવાનું કહેવાશે. સાઇન ઇન થયા બાદ રિંગ, લોક અને ઇરેજ એમ ત્રણ લોક નજર આવશે. જે ઇચ્છો તે કરી દો. હવે રિંગ પર ક્લિક કરશો એટલે તે જ્યાં પડયો હશે ત્યાં રિંગ વાગશે.

 કોલ અને ટેક્સ્ટ્સને આવતી અટકાવો

જો તમારો સ્માર્ટફોન એન્ડ્રોઇડ ૫.૦ લોલીપોપ કે તેના ઉપરના વર્ઝન પર ચાલતો હશે તો તમે તમારી મરજી તમારા કોન્ટેક્ટ્સ પસંદ કરી શકો છો. સૌપ્રથમ સાઉન્ડ એન્ડ નોટિફિકેશન સેટિંગમાં જાવ અને ઇંટરપ્શન્સ પર સ્ક્રોલ કરો. અહીં તમને કોલ્સ/ટેક્સ્ટ ફ્રોમ જોવા મળશે. તેના પર ટેપ કરી એ કોન્ટેક્ટ કે ફોનડાયરીમાં સેવ કરેલા સંપર્કને પસંદ કરો કે જેનો જ માત્ર કોલ કે મેસેજ તમે મેળવવા માગો છો.

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો