કહેવાય છે કે ધરતી પર જેનો જન્મ થયો છે તેનુ મૃત્યુ નિશ્ચિત છે. પરંતુ કદાચ યમરાજ એક વ્યક્તિના ઘરનું ઠેકાણું ભૂલી ગયા છે. જેની ઉંમર 100 કે 110 વર્ષ નથી. પરંતુ 181 વર્ષની છે. આ શખ્સનું નામ છે મુરાસી. મુરાસી ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકસભા ક્ષેત્ર બનારસના રહેવાસી છે. મહાષ્ટા મુરાસીનું કહેવું છે કે જેમનો જન્મ 1835માં બેંગ્લોરના એક વિસ્તારમાં થયો હતો. તેઓ વર્ષ 1903ની આસપાસ યૂપી વારાણસી શહેરમાં રહેવા માટે આવી ગયા અને ત્યારથી જ તેઓ અહીં વસે છે. તેઓ કાશીમાં ચપ્પલ બનાવવાનો વ્યવસાય કરતા હતા. તેમણે 122 વર્ષ સુધી કામ કર્યું હતું.
મુરાસીએ દાવો કર્યો છે કે તેમના જન્મના પ્રમાણ પત્ર અને ઓળખ પત્રની પણ તપાસ થઇ ચૂકી છે. તેમનો અનેક વખત મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યો છે. તેમની વાસ્તવિક ઉંમરને લઇને ડોક્ટરો પણ હેરાન છે. તેમની તપાસ કરનાર ડોક્ટરનું મૃત્યુ પણ 1971માં થઇ ચૂક્યું છે. મહાષ્ટા મુરાસીના મતે તેઓ લાંબી ઇનિંગ જીવી ચૂક્યા છે. તેમના પપોત્રોના પણ મૃત્યુ થઇ ચૂક્યા છે. જોકે સત્તાવાર રીતે તેવી કોઇ જ માહિતી સામે આવી નથી. મુરાસી 181 વર્ષના છે ત્યારે તેઓ કહીં રહ્યાં છે કે મોત પણ તેમના ઘરનો દરવાજો ભૂલી ગયું છે.
આવી ને આવી વધુ માહિતી માટે આ બ્લોગ નિયમિત જોતા રહો અનેકમેન્ટમાં માં તમારો અભિપ્રાય લખો
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો